Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૂર્વ પ્રેમીએ ગળા પર કટર મારીને પ્રેમિકાને પહોંચાડી ઇજા, પોલીસે પૂર્વ પ્રેમીની ધરપકડ કરી

સુરતમાં (Surat)ફરી એક વખત ગ્રીષ્મ વેકરિયા જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે.સચિન વિસ્તાર(Sachin area)માં પૂર્વ પ્રેમી (ex lover)દ્વારા પ્રેમિકાના ગળાના ભાગે કટર ફેરવી દેતા ગંભીર રીતે ઘાયલ યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જ્યારે ઘટના ના ગણતરીના કલાકોમાં જ આરોપીને સચિન પોલીસે ઝડપી પાડી આગળ ની કાર્યવાહી કરી છે.સુરતના સચિન વિસ્તારમાં પૂર્વ પ્રેમી દ્વારા પ્રેમિકા પર જીવલેણ હુમલો
પૂર્વ પ્રેમીએ ગળા પર કટર મારીને પ્રેમિકાને પહોંચાડી ઇજા  પોલીસે પૂર્વ પ્રેમીની ધરપકડ  કરી
સુરતમાં (Surat)ફરી એક વખત ગ્રીષ્મ વેકરિયા જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે.સચિન વિસ્તાર(Sachin area)માં પૂર્વ પ્રેમી (ex lover)દ્વારા પ્રેમિકાના ગળાના ભાગે કટર ફેરવી દેતા ગંભીર રીતે ઘાયલ યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જ્યારે ઘટના ના ગણતરીના કલાકોમાં જ આરોપીને સચિન પોલીસે ઝડપી પાડી આગળ ની કાર્યવાહી કરી છે.
સુરતના સચિન વિસ્તારમાં પૂર્વ પ્રેમી દ્વારા પ્રેમિકા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.પૂર્વ પ્રેમી એ પ્રેમિકાના ગળે સરે જાહેર કટર ફેરવી દેતા ગંભીર હાલતમાં પ્રેમિકાને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.આ અંગે સુરત એસીપી આર એલ માવાણી એ જણાવ્યું હતું કે ઉમરપાડા ની 22 વર્ષીય યુવતી પર સચિન સુડા વિસ્તારમાં બે દિવસ અગાઉ જીવલેણ હુમલાની ઘટના બની હતી.
એપ્રિલ પાર્કના એક કારખાનામાં યુવતી સિલાઈ મશીન નું કામ કરે છે.તાપી જિલ્લાના નિઝર ખાતે બોરડા ગામમાં આવેલ નિશાળ ફળિયામાં રહેતા રામસિંગ ગુલાબસિંગ પાડવી દ્વારા હુમલો કરાયો હતો,અગાઉ યુવતી અને યુવક વચ્ચે પ્રેમ સંબંધ હતો.વર્ષ 2019 માં બંને સાથે કામ કરતા હતા.પ્રેમ સંબંધમાં નાની-નાની વાતે યુવક યુવતી જોડે ઝઘડો કરતો હતો.બંને વચ્ચે શાબ્દિક તડાફડી થતી હોય ,યુવતીએ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો.છતાં રામસિંગ પ્રેમ સંબંધ રાખવા માટે યુવતી પર દબાણ કરતો હતો.
સચિન વિસ્તારમાં યુવતીને આંતરી પૂર્વ પ્રેમી રામ સિંહ એ સરાજાહેર યુવતીના ગળા પર કટર ફેરવી દીધી હતી.પોતાની સાથે આવવા માટે યુવતીને સૌ પ્રથમ દબાણ કરતા ઇન્કાર કર્યો હતો.જેથી પિત્તો ગુમાવેલા પ્રેમી રામસિંહએ હુમલો કરી દીધો હતો.લોકટોળું ભેગું થઈ જતા યુવક ભાગી છૂટ્યો હતો.જ્યાં ગંભીર હાલતમાં યુવતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી.જો કે ઘટના બાદમાં સચિન પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.